પૂર્વ પેસિફિક મહાસાગર માં દક્ષિણ અમેરિકાના એક્વાડોર પ્રાંત નો એક ભાગ છે, ગલાપાગોસ દ્વીપસમૂહ. જે એક્વાડોર કિનારાથી પશ્ચિમ દિશામાં ૧૦૦૦ કિલોમીટર છેટે છે.
આ દ્વીપસમૂહ અને તેના પ્રચંડ દરિયાઇ જીવસૃષ્ટિ ને અનન્ય ‘જીવંત સંગ્રહાલય તથા ઉત્ક્રાંતિનું ચકિત કરતો દાખલો છે.
ઠંડા
દક્ષિણ વિષુવવૃત્ત પશ્ચિમ તરફ ગલાપાગોસ પાણીમાં વહે છે, જે પેરુવિયન પ્રવાહ (હમ્બોલ્ટ પ્રવાહ) માંથી આવે છે, જે દક્ષિણ અમેરિકા
ખંડની સાથે ઉત્તર તરફ જાય છે અને વિષુવવૃત્તની નજીક પશ્ચિમમાં વળે છે. આ ત્રિવેણી પ્રવાહ
સંગમ ના પરિણામે ગલાપાગોસ વિશ્વનું સૌથી તંદુરુસ્ત પર્યાવરણ બની ગયું છે.
બદલતા ઋત અને સમુદ્રના બદલતા તાપમાન ના કારણે અલગ અલગ પ્રકાર ના જીવો નાની મોટી સંખ્યામાં જોવામાં આવે છે.
બદલતા ઋત અને સમુદ્રના બદલતા તાપમાન ના કારણે અલગ અલગ પ્રકાર ના જીવો નાની મોટી સંખ્યામાં જોવામાં આવે છે.
તદુપરાંત
અહીં ત્રણસો વર્ષ સુધી માનવનું અતિક્રમણ ન થવાને કારણે અહીં અદભુત વન્ય જીવન તથા પ્રાણી
જીવન નો વિકાસ થયો.
આ સમૂહ માં કુલ ૧૩ મોટા ટાપુઓ છે, જે ૧૩.૯૮૬ સ્કવેયર કિલોમીટર થી લઈને ૪૫૮૬.૮૭ સ્કવેયર કિલોમીટર જેટલા વિસ્તાર માં ફેલાયેલા છે. સાથેજ છ નાના ટાપુઓ અને ઘણા એથીય નાના ટાપુઓ જે મોટા ખડક રૂપી અસ્તિત્વમાં છે. કુલ જમીન ૮,૦૧૦ સ્કવેયર કિલોમીટર છે અને ૫૯,૫૦૦ સ્કવેયર કિલોમીટર જેટલે એનો સમુદ્રમાં ફેલાવો છે.
૧૯૩૫
માં એક્વાડોર ની સરકારે ગલાપાગોસ ને વન્યજીવન અભયારણ્ય ઘોષિત કર્યું ને ૧૯૫૯માં અભયારણ્ય ગલાપાગોસ નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યું. ૧૯૭૮માં યુનેસ્કો
વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહીર કરવામાં આવ્યું. ગલાપાગોસ મરીન રિઝર્વ ની સ્થાપના ૧૯૮૬માં
થઇ હતી અને આજે એ લગભગ 133,000 સ્કવેયર કિલોમીટર ક્ષેત્ર મા ફેલાયેલું છે.
આગળ ૧૯૮૬ માં આ ટાપુઓની સમુદ્ર સંપત્તિનું રક્ષણ કરવા માટે Galapagos
Marine Resources Reserve ની સ્થાપના કરવામાં આવી હતી. આમાં ગલાપાગોસની ૯૭% જમીન નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉરવરિત ૩% જમીન ગ્રામીણ અને શહેરી વિકાસ માટે રાખવામાં આવી છે, જેમાં ૪ ટાપુનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક ટાપુ પર એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવ્યું છે. વસ્તીવાળા ટાપુમાં બંદર ની સ્થાપના પણ કરવામાં આવી છે. આ દ્વીપસમૂહ ની લોકસંખ્યા ૨૦૦૧ માં ૧૮,૬૪૦ જેટલી હતી જે ૨૦૧૦ માં વધીને
૨૫,૧૨૪ થઇ. અને દર વર્ષે ૧,૭૦,૦૦૦ પર્યટકો અહીં આવે છે.
Santa Cruz (Indefatigable) ટાપુ પર ચાર્લ્સ ડાર્વિન રિસર્ચ સ્ટેશન ની સ્થાપના કરવામાં આવી, જે વૈજ્ઞાનિક શોધખોળ અને વનસ્પતિ જીવન સાથેજ જીવિત સંપત્તિનો સંભાળ કરે છે.
આ સંપૂર્ણ ટાપુ સમૂહ જ્વાળામુખી અને તેમાંથી નીકળેલા લાવાથી બનેલો છે. જ્વાળામુખી પર્વતો, ખાડો અને ખડકો આ ટાપુઓનું સ્વરૂપ છે. આમાંથી અમુક જ્વાળામુખી હજીય જીવંત છે, જે નજીક ના ભવિષ્યમાં ફાટી શકે.
ગલાપાગોસ ની ખોજ ૧૫૩૫ માં પનામાના બિશપ ટોમસ ડી બેરલન્ગાએ અકસ્માત રીતે ખોજ કરી. હકીકત માં એ પેરુ જઈ રહ્યો હતો પણ તોફાનમાં ભટકાઈને એનું જહાજ આ ટાપુ પર તણાઈ ગયું હતું.
ત્યારે એને આનું નામકરણ કર્યું Las Encantadas (લાસ એનકેન્ટડાસ). (“The Enchanted”).
એને અહીંના વન્ય જીવન વિષે જે લખ્યું છે તેમાં એને અહીંના મોટા કાચબા ઉલ્લેખ કર્યો છે. આ કાચબા ને શાસ્ત્રીય નામ છે ગલાપાગોસ.
૧૬મી સદીમાં સ્પેનથી ઘણા સૈલાણીયો અહીં આવ્યા. સમુદ્રી લૂંટારા અને વ્હેલ તથા સીલ નો શિકાર કરવા વાળા અહીં રહેવા લાગ્યા.
૧૬મી સદીમાં સ્પેનથી ઘણા સૈલાણીયો અહીં આવ્યા. સમુદ્રી લૂંટારા અને વ્હેલ તથા સીલ નો શિકાર કરવા વાળા અહીં રહેવા લાગ્યા.
૧૮૩૨માં સાન્ટા મારિયા માં લોકોનું વસાહતીકરણ થવાના પેહલા ત્રણસો વરસ સુધી અહીં કોઈ ભટક્યું ન હતું. આ અરસામાં એક્વાડોરે આ દ્વીપસમૂહ નો તાબો લીધો.
આ દ્વીપસમૂહ માં ઇસાબેલા (અલ્બેમાર્લે) ટાપુ સૌથી મોટો છે જેનો ક્ષેત્ર લગભગ ૧૩૨ કિલોમીટર જેટલો
ફેલાયેલો છે. આમાં માઉન્ટ અઝુલ પરબત છે જે ૧૬૮૯ મીટર્સ ઊંચો છે.
એના પછી બીજે નંબરે સાન્ટાક્રુઝ ટાપુ આવે છે.
૧૮૩૫માં પ્રકૃતિવાદી, ભૂસ્તરશાસ્ત્રી અને જીવવૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન જયારે આ દ્વીપ સમૂહ માં આવ્યા ત્યારે જગતને ગલાપાગોસ વિષે ખરી જાણ થઇ. અહીંના અસામાન્ય પ્રાણીસૃષ્ટિ ને જોઈને ચાર્લ્સ ડાર્વિન ને કુદરત ના અસામાન્ય સિદ્ધાંતો વિષે જાણ પડી. એમના On
the Origin of Species (1859) નામક કિતાબ માં અહીંની જીવસૃષ્ટિની અજાયબ દુનિયા વિષે એમણે વિસ્તારમાં લખ્યું છે.
ગલાપાગોસ ના વાતાવરણ ની ખૂબી છે કે અહીં વર્ષા ઓછી થાય છે, પરિણામે હવામાં ભેજ નું પ્રમાણ ઓછું છે. હવાનું અને પાણીનું તાપમાન પણ ઓછું છે. ગલાપાગોસ માં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની હજારો જાતિઓ છે, જેમાંથી મોટા ભાગની જાતિઓ સ્થાનિક છે, બાહર થી આવેલી જાતિઓ ઓછી છે. ૨૦% દરિયાઈ જીવ દુર્લભ છે, જે વિશ્વ માં ક્યાં પણ જોવા નહિ મળશે !
દરિયા કાંઠાના વિસ્તારોમાં ઉભા ખડકો, રેત વાળા દરિયા કિનારા, ખડકાળ કિનારા, મેંગ્રોવ્સ, પરવાળાના ખડકો, લગૂન અને મીઠાથી પથરાયેલી જમીન પણ શામેલ છે.
દરિયા કાંઠાના વિસ્તારોમાં ઉભા ખડકો, રેત વાળા દરિયા કિનારા, ખડકાળ કિનારા, મેંગ્રોવ્સ, પરવાળાના ખડકો, લગૂન અને મીઠાથી પથરાયેલી જમીન પણ શામેલ છે.
વિશ્વમાં કોઈ પણ જગ્યામાં આવું સમૃદ્ધ અને વિવિધતા પૂર્ણ દરિયાઇ જીવન નું પ્રદર્શન જોવા નથી મળતું!
આ
ઉપરાંત, ગલાપાગોસ માં ભૂસ્તરશાસ્ત્રીય અને જૈવિક પ્રક્રિયાઓએ પૂર્વી પેસિફિક માં, અન્ય દરિયાઇ વિસ્તારોની તુલનામાં વિવિધ પ્રકારના પ્રજાતિને વસાવવા મદદ કરી છે.
આ દ્વીપસમૂહના નીચાણવાળા શુષ્ક જમીનપર કેક્ટસના જંગલો ફેલાયેલા છે. જ્યાં જમીન ઊંચી છે ત્યાં પિસોનિયા, (a four o’clock plant) અને જામફળ ના જંગલો છે.
(પિસોનિયા ફોર-ઓ ’કલોક પ્લાન્ટ પ્રકાર ની વનસ્પતિ છે જેનું ફૂલ શરૂઆત માં સફેદ રંગ પછી પીળું, ગુલાબી અને છેલ્લે લાલ રંગનું થાય છે. આ ફૂલ મોડી બપોરે ખીલે છે ને વેલ્લી સવારે મુરઝાઈ જાય છે.)
ઊંચાણવાળા જમીનપર, સંક્રમણ ક્ષેત્રની ઉપરનો ભેજના વન વિસ્તારમાં સ્કેલેસિયા નું જંગલ છે. એનાય થી ઊંચી જમીન પર ફરન્સ અને ઘાસ ફેલાયું છે.
મરીન ઇગુઆના

ગલાપાગોસ દ્વીપસમૂહમાં સૌથી લાંબી
આયુ વાળા કાચબા છે જે ૧૫૦ વરસ જીવે છે.
એમનાજ ગલાપાગોસ નામ પર થી આ દ્વીપસમૂહ નું નામ રાખવામાં આવ્યું છે.
ગલાપાગોસ નું પશુ જીવન ને સમુદ્રી જીવન મધ્ય તથા દક્ષિણ અમેરિકા સાથે ઘણે અંશે મેળ ખાય છે, જે બતાવે છે કે આ જીવસૃષ્ટિ નું મૂળ ત્યાંનું છે. પણ પછી જે ઉત્ક્રાંતિ નું અનુકૂલન થયું, તેના લીધે અહીં અદભુત જીવસૃષ્ટિ જોવામાં આવે છે.
એમનાજ ગલાપાગોસ નામ પર થી આ દ્વીપસમૂહ નું નામ રાખવામાં આવ્યું છે.
ગલાપાગોસ નું પશુ જીવન ને સમુદ્રી જીવન મધ્ય તથા દક્ષિણ અમેરિકા સાથે ઘણે અંશે મેળ ખાય છે, જે બતાવે છે કે આ જીવસૃષ્ટિ નું મૂળ ત્યાંનું છે. પણ પછી જે ઉત્ક્રાંતિ નું અનુકૂલન થયું, તેના લીધે અહીં અદભુત જીવસૃષ્ટિ જોવામાં આવે છે.
ગલાપાગોસ ફિન્ચ પક્ષી, જે મૂળરૂપમાં સામાન્ય રૂપ નું પંખી હતું તેનું
ગલાપાગોસ ના અનુકૂળ વાતાવરણ માં ઘણું પરિવર્તન થયું.
SWIMMING MARINE IGUANA
સમુદ્ર માં ઉગતી સીવિડ, જે ઘણે ઠેકાણે ખડકોમાં પણ ઉગી હોય છે, એના પર આ તરતા ઈગુઆના જીવે છે. આની ઉત્પત્તિ મૂળ અહીંની જ છે.
આ ઉપરાંત ફર સીલ્સ અને પેન્ગવીન્સ બીજા ઉષ્ણકટીબંધીય પ્રાણીઓ જોડે રહે છે.
૧૯૯૨ માં પ્રકાશિત ભૌગોલિક અભ્યાસ બતાવે છે કે આ દ્વીપસમૂહની ઉત્પત્તિ પાંચ લાખ થી લઈને નૌ લાખ વરસો પેહલા સમુદ્રતળ થી જમીન ઉંચકાઈને થઇ છે. જેનો અર્થ એ છે કે ગલાપાગોસની ઉંમર પૃથ્વીની સરખામણીમાં નાની છે. જીવવિજ્ઞાનશાસ્ત્રી સ્થાનિક અનુમાન લગાવે છે કે આ બદલાવ ઓછા કાળમાં નથી થયા.
આ દ્વીપસમૂહ માં મનુષ્ય વસ્તી પણ છે. જેમાં મોટા ભાગે ઈકવેડોરના મૂળના સ્થાનિક છે, જે મોટા ભાગે સેન ક્રિસ્ટોબલ, સાન્ટા મારિયા, ઇસાબેલા અને સાન્ટાક્રુઝ ટાપુ પર વસેલા છે. બાલ્ટ્રા ટાપુ પર ઈકવેડોર નો સૈનિક પડાવ છે.
https://youtu.be/WVL8KSknWwU
આ ટાપુ સમૂહ પર બે હવાઈ અડ્ડા છે. ઈસ્લા બાલટ્રા અને ઈસ્લા સેન ક્રિસ્ટોબલ. અહીં લોગોની આવ જાવ ચાલૂ છે, અને મુખ્ય ભૂમિ પર સ્થિત ક્વિટો અને ગુયાક્વિલ જોડે જોડાયા છે.
ગલાપાગોસ દ્વીપસમૂહ ના થોડા ટાપુઓ પર માનવે પગ મુક્યો નથી પણ ઘણા ટાપુઓમાં, બહારથી લાવેલા છોડ, સ્થાનીય લોક્વસ્તીનો વધારો, અને મુસાફરો ની સતત થનારી અવરજવર થી બહુજ બદલાવ આવેલો છે.
ગલાપાગોસ દ્વીપસમૂહમાં આર્થિક ગતિવિધિમાં, પ્રવાસીની અવરજવર, માછેમારી અને ખેત નો મોટા પ્રમાણ માં યોગદાન છે.





















No comments:
Post a Comment