Saturday, May 2, 2020

વૈકલ્પિક ઉર્જા : પ્રદુષણ રહીત ભવિષ્ય




માણસ ધરતી પર જીવવા માટે કુદરતે આપેલી સંપત્તિ નો હમેશા ઉપભોગ કરતો આવ્યો છે.
જીવવા માટે પ્રાણીસૃષ્ટિ ને મારીને ખાયે છે તો પોતાની સુવિધા માટે વનસ્પતિનો વપરાશ પણ કરે છે.

કુદરતી સંપત્તિ નું ચક્ર ચાલતું રહે છે. પરંતુ જે     ઝડપથી દુનિયામાં માનવવસ્તી વધતી જાય છે, તેની સાથે
પ્રકૃતિ ની સંપત્તિ માનવ ને પૂરતી નથી, કારણ પ્રકૃતિનું ચક્ર જે ગતિથી ફરે છે તેના કરતા વધુ ગતિમાં માણસ
ની જરૂરિયાતો વધે છે.

કારણે અમુક પ્રકારની પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ  નાશ પામવામાં આવે છે.
પૃથ્વી પર કુલ  ૫૭,૩૦૮,૭૩૮ સ્કવેયર માઇલ્સ જેટલી જમીન છે. જેમાં ૩૩% રણ, ૨૪% પર્વતીય જમીન છેઆનો અર્થ થયો કે ૪૩% જમીન માણસ ને રહેવા લાયક છે
બીજા શબ્દોમાં કહીયે તો અડધા થી વધુ વિશ્વ આપણા રહેવા લાયક નથી !
આપણી સંસ્કૃતિ હંમેશા સ્વાભાવિક રીતે પાણીના સ્તોત્રની આસપાસ ખીલે છે. કારણે ૯૫% લોક્વસ્તી
માત્ર ૧૦% જમીનપર રહે છે!

આંકડા દર્શાવે છે કે આપણે કેટલું કેન્દ્રિત જીવન જીવે છે. કારણે આપણ પ્રકૃતિ પર કેટલો દબાવ નાખીયે  છે એની કલ્પના કરી શકે છે.

માણસ સંપૂર્ણ રીતે પ્રકૃતિ પર નિર્ભર છે. પણ જે ગતિ
માં આપણે પ્રકૃતિ નો ઉપભોગ કરીયે છે જોતા એક
વખત એવો આવશે કે  સ્ત્રોત ખૂટી જશે.

આપણે કૈક વાર વાંચીયે છે કે અમુક પ્રકાર ની વનસ્પતિ અથવા પ્રાણીની પ્રજાતીયો નાશ પામે છે. દર્શાવે છે  કે આપણે એની ઉત્પત્તિ ની ગતિ કરતા વધુ ઝડપે એનો નાશ કરીયે છીએ.
વિશ્વ માં કુલ ૮૦% કૃષિ જમીન માંથી, ૨૦% થી ઓછી કેલરી ની ખપત થાય છે.
આપણું પેટ ભરાય એટલું ખાવાનું પેદા કરવા માટૅ જેટલી ખેત જમીન આપણ ને જરૂરી છે એથીય વધુ ખેત જમીન આપણ અન્ન ઉત્પાદન કરવા માટૅ વાપરીએ છીએ.  બીજા શબ્દોમાં કહીયે તો આપણે એક તો જરૂરત  કરતા વધુ ખાઈએ છે અથવા વેડફી નાખે છે. કારણ બીજી બાજુ કઈ દેશોમાં લોક ભૂખ થી  મરી રહ્યા છે.

જેમ આપણી આર્થિક સ્થિતિ સધ્ધર થાય છે, આપણી ખાવાની પસંદગી પણ બદલાય છે, માથાદીઠ ખોરાકનો  વપરાશ વધે છે. આમાંય ભોજન ને વેડફી નાખવાની કુટેવ, ફેશન ના નામે વધારીએ છીએ. આ રીતે આર્થિક સધ્ધરતા ખેત જમીન પર વધુ પડતો દબાવ નાખે છે

આનાથી ઉલટું ઓછી આવક વાળા લોકોમાં માથાદીઠ ખોરાકનો વપરાશ જરૂરત કરતા ઓછો છે. આ સ્થિતિ બદલવા માટે આર્થિક સધ્ધર વર્ગના લોકોએ ખોરાક નો બગાડ બંદ કરવો જરૂરી છેતેવી જ રીતે માણસ ની બીજી જરૂરતો દા..ઉર્જા, ખનીજ અને તેલ ની બાબત માં પણ અસમાનતા જોવામાં આવે છેઅર્થતંત્ર ની દૃષ્ટિએ સધ્ધર દેશો ઉર્જા, ખનીજ અને તેલ નો વપરાશ વ્યક્તિગત જરૂરિયાત કરતા વધુ પ્રમાણ માં કરે છેકારણ વધારાની ખપત ગરીબ દેશોને વેચવા માટે થાય છે.
આવો જાણીયે વૈકલ્પિક ઉર્જા વિષે   
          Svante Arrhenius
આપણા વાતાવરણ માં અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) ના વપરાશ થી ઉત્પન્ન થતા પ્રદુષણ વિષે ૧૯૮૬ માં એક સ્વિડિશ  વૈજ્ઞાનિક Svante Arrhenius એ  જાણ કરાવી હતીઆમાંથી ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા 
પૈદા થશે એની તરફ ઈશારો કર્યો હતો. 
સમસ્યા છેલ્લા કઈ દાયકામાં બહુજ ગંભીર રૂપ ધારણ કર્યું છે.
આજે પુરા વિશ્વ માં પર્યાવરણ વિષે જાગૃતિ વધી રહી છે. અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો વિષય હવે ખૂબચ 
ચિંતાનો ને ચર્ચાનો વિષય બની ગયો છે .
પરિણામે પર્યાયી સ્ત્રોત નો વપરાશ શરુ કરવામાં આવ્યો. આના ફાયદા વિષે દલીલો કરવામાં આવે છે. પરંતુ 
આનો ફાયદો અશ્મિભૂત ઇંધણ થી થવાના પ્રદુષણ ના નુકસાન કરતા નક્કીજ સ્વાગતારહ છે.

પર્યાયી સ્ત્રોત માં પ્રદુષણ નું ઉત્સર્જન ઘણા અંશે ઓછું હોય છે. સાથે જ ઘણો સરળ પર્યાય પણ છે . 
આના વપરાશ માં ઘણા ફાયદા છે. પરંપરાગત ઉર્જા થી થવાના નુકસાન ની સરખામણીમાં પર્યાય ઘણા અંશે સ્વાગતારહ છે.

ચાલો ! આપણે અગ્રણી વૈકલ્પિક ઉર્જા  સ્ત્રોતો વિષે જાણીયે.
વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના શ્રેષ્ઠ ઉદાહરણો:

૧. હાયડ્રોજન ગેસ: 
આના બળતર થી હવામાં શૂન્ય પ્રદુષણ થાય છે. ગેસ ની કોશિકા માંથી પાણીની વરાળ અને ગરમ હવા નું ઉત્સર્જન થાય છે.  પરંતુ ગેસ ની નિર્મિતિ અશ્મિભૂત ઇંધણ માંથી થાય છે . જેના લીધે આના  નિર્માણ વખતે  ઘટક પ્રદુષણનું ઉત્સર્જન કરે છે અને ગેસ નો જેટલો ફાયદો ઓછો છે ઓછો છે  નુકસાન વધારે છે કારણે  પર્યાય અનુચિત લાગે છે.      

૨.  ભરતી ઉર્જા

પાણીના શક્તિ થી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આમાંથી ઉર્જા મેળવવાની પ્રક્રિયા પવન ચક્કી ની ઉર્જા  જેવી છે.
આની સંભવિત ક્ષમતા પ્રચંડ છે . પ્રકાર ની ઉર્જા કઈ દેશ ની ઉર્જા ની માંગ ને બહુજ મોટા પાયા પર પુરી પડે છેભરતીના પ્રવાહ ના ગતિથી ઉર્જા ઉત્પન્ન કરવાની રીત, જેને આપણે કાઇનેટિક એનર્જી કહીયે છીએઆનું   સ્વરૂપ હોય છે અને આમાંથી ટર્બાઇન ને ઉર્જા પુરી પાડવામાં આવે છે. 

અને પ્રક્રિયામાં અશ્મિભૂત ઇંધણ જેવું પ્રદુષણ પણ નથી થતું .

3. બાયોમાસ ઉર્જા
ઉર્જાના ઘણા પ્રકાર છે. ઉર્જા ઉત્પન્ન કરવા માટે લાકડા બાળવાની પ્રક્રિયા હજરો વર્ષોથી અપનાવામાં આવે છે. પરંતુ આનો કચરો જમીનમાં પુરવામાં આવે છે. સાથેજ આમાં આલ્કોહોલ નો વપરાશ પણ ઘણો થાય છે. 
પદ્ધતિ થી સેન્ટ્રલ હિટિંગ સિસ્ટમ ને જોઈતી ઉર્જા નિર્માણ કરી શકાય. અને અશ્મિભૂત ઇંધણમાં થી ઉત્સર્જન થતા કાર્બન કરતા બાયોમાસ ઉર્જાનો ઉત્સર્જિત કાર્બન બહુજ ઓછો છે.
પદ્ધતિ માં સેન્ટ્રલ હિટિંગ સિસ્ટમ જાળવણીનો ખર્ચો ઘણો છે. સાથેજ સિસ્ટમ લગાડવા માટૅ તમને 
સંબંધિત અધિકારીઓની પરવાનગી  લેવી પડે છે. 

૪.  પવન ઉર્જા

છેલ્લા કઈ વર્ષોથી પવન ઉર્જા નો સ્ત્રોત પ્રખ્યાત થવા  લાગ્યો છે. આના ફાયદા બીજા વૈકલ્પિક ઉર્જા જેવા જ  છે. 
આનાથી પ્રદુષણ પણ નથી થતું. આનો આધાર નવીનીકરણીય પદ્ધત પર છે. 
આજે પવન ચક્કી અમેરિકામાં દર વર્ષે બે કરોડ ઘરોમાં ઉર્જા આપે છે. દુનિયા ના કઈ દેશો માં મોટા પાયા પર 
આનો વપરાશ થાય છે અને વપરાશ વધી રહ્યો છે. ઉર્જા ની તકનીક માટે મૂડી રોકાણ પણ વધી રહ્યું છે. 
પરંતુ ઉર્જા નો પ્રકાર વન્યજીવ માટે જાંનલેવો છે.  સિવાય બે મેગાવોટ ટર્બાઇન માટે ડોડ એકર ની 
જમીન લાગે છે.
  ૫. જીઓ થર્મલ પાવર (ભૂસ્તર ઉર્જા)
આમાં આપણા આસપાસની જમીન માંથી ઉર્જા લેવામાં આવે છે. 
International Energy Agency ના તાજા રિપોર્ટ અનુસાર ભૂસ્તર ઉર્જા ની ૩૬૦૦ MW ની ક્ષમતા ૨૦૧૮ ૨૦૨૩ કાળમાં વધીને ૪૫૦૦ MW જેટલી વધશે, આ વધારો ૨૮% હશે.
જાગતિક બેંકે એના રિપોર્ટ માં કહ્યું છે કે દુનિયા ના ચાળીસ દેશો એમની ઉર્જાની જરૂરિયાતો ભૂસ્તર ઉર્જા થી પુરી પાડી શકે છે.
આ પ્રકાર, ઉર્જાને ઉત્પન્ન કરવાની બહુ જ મોટા પાયા પર ક્ષમતા રાખે છે અને તે પણ જમીન નું કોઈ જાતનું નુકસાન કર્યા વગર અથવા પ્રદુષિત કર્યા વગર

પરંતુ જીઓ થર્મલ પાવર પ્લાન્ટ માટે ઘણી આર્થિક લાગત લાગે છે. એનો ખર્ચો વધતો જવાના કારણે  
પદ્ધતિ ને લોક અપનાવા થી અચકાય છે.

વિશ્વ બેન્ક ના રિપોર્ટ કહે છે દુનિયાના ૪૦ દેશો પોતાની ઉર્જાની જરૂરિયાતો ભૂસ્તર ઉર્જા મારફત પુરી 
પાડશેભૂસ્તર ઉર્જા ની ક્ષમતા વ્યાપક રૂપમાં છે અને તે પણ જમીન ને નગણ્ય નુકસાન કરીને!
પરંતુ આનો સ્થાપનાનો ખર્ચો વધતા જવાના કારણે આના અપેક્ષિત પસંદગી ને પૂરતો સાથ નથી મળતો
  

૬.  નૈસર્ગીક ગેસ
ઘણા દાયકાથી નૈસર્ગીક ગેસ નો વપરાશ થાય છે. ગેસનું પ્રગમન કમ્પ્રેશન તકનીક પર આધારિત હોવાથી પર્યાયી સ્ત્રોત માટે નૈસર્ગીક ગેસ ને પસંદ કરવામાં આવે છે. આને વાહન માં ડીઝલ -પેટ્રોલ ની બદલામાં વાપરવામાં આવે છે, જેથી કાર્બન નું ઉત્સર્જન ઓછું થાય. આને સરળ ભાષામાં કંપ્રેસ્સ નેચરલ ગેસ (COMPRESS NATURAL GAS- CNG) કહેવાય છે.
                                                                     
   
ઉર્જા સ્ત્રોત માટે માંગ વધી રહી છે.            
છતાંય નૈસર્ગીક ગેસ માં ખામીયો છે. અન્ય સ્ત્રોત કરતા ગેસ દુષિત થવાની શક્યતા ઘણી છે અને 
બીજા ઉર્જાની સરખામણીમાં ગેસ ગ્રીનહાઉસ ગેસ જેવું પ્રદુષણ નિર્માણ કરે છે.જોકે આ પ્રદુષણ  અશ્મિભૂત ઇંધણ ની પ્રમાણમાં ઓછું છે. છતાંય વિશ્વ વાતાવરણ માટે ખતરનાક છે.

૭. બાયોફ્યુએલ
બાયોમાસ ઉર્જા સ્ત્રોત ના બિલકુલ વિરુદ્ધ માં  બાયોફ્યુએલ માટે સજીવ પ્રાણી તથા વનસ્પતિ જીવન નો ઉપયોગ લેવામાં આવે છે. ટૂંક માં આ ઉર્જા કાર્બન માંથી લેવામાં આવે છે. આનું નવીનીકરણ કરવા માટે 
વનસ્પતિ નો સતત ઉપયોગ કરવામાં આવે છે જે વરસ ની અંદર નવી ઉગાવામાં આવી શકાય. 

પણ આ ગેસ ના નિષ્કર્ષણ માટે તંત્ર ની જરૂરત છે. અને આ તંત્ર નિર્માણ ના લીધે પણ ઉત્સર્જન થાય છે, પછી  ભલે ન આ ગેસ થી ન થાય. સિવાય નવીનીકરણ વિધિ માટે વન્ય જીવન વાપરવામાં આવે છે તેના લીધે જંગલો  ને કાપવામાં આવે છે, જે જગત હવામાન માટે સારું નથી.  
                                                                      પરંતુ વિશ્વ માં બાયોફ્યુએલ ની માંગ વધતી રહે છે.










૮. મોજા ની અથવા લહર ની ઉર્જા (વેવ એનર્જી)

અપારંપારીક ઉર્જાના આ પ્રકારમાં પણ પાણીનું યોગદાન બહુજ મહત્વનું છે.

આ પ્રકાર ની ઉર્જા, ભરતી ઉર્જા કરતા એક વાત માં વધુ મહત્વની છે કારણ આનું તંત્ર સમુદ્ર માં કોઈ પણ જગહ  અને કોઈ પણ પરિસ્થિતિમાં વાપરી શકાય છે.

ભરતી ઉર્જાની જેમ આમાં પણ પ્રદુષણ નો કચરો નથી થતો. બીજા વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતની સરખામણીમાં  
વેવ એનર્જી વધુ વિશ્વસનીય સ્ત્રોત છે. આનો યોગ્ય વાપર કરીયે તો આમાં બહુજ મોટા પ્રમાણ માં ઉર્જાનો  વપરાશ થઇ શકે.
આમાંય પૈસા ની મોટા પાયા પર લાગણના કારણે આ પર્યાય ને ઓછું સ્વિકારવામાં આવે છે અને આ તંત્ર થી સમુદ્ર ની તરંગોમાં અને લહેરોમાં થનારા ખલેલ ને કારણે સમુદ્ર કિનારામાં ઘસારો થાય છે. સમુદ્રી જીવન પર પણ આનો પ્રભાવ પડે છે.

૯.  હાઇડ્રોઇલેક્ટ્રિક ઉર્જા
ઉર્જા નો આ પ્રકાર ઉર્જા ની શોધખોળ થઇ ત્યારથી જ અસ્તિત્વમાં હતો. 

પણ જેમ જેમ અશ્મિભૂત ઇંધણ નો વાપર વધતો ગયો તેમ તેમ આ ઉર્જા નો વપરાશ ઓછો થતો ગયો.  

છતાંય આજે વિશ્વમાં International Energy Agency ના રિપોર્ટ મુજબ કુલ ઉર્જાના ૧૭% યોગદાન  હાઇડ્રોઇલેક્ટ્રિક ઉર્જાનું છે. 

આના ઉત્પાદન માં ચીન દેશ અગ્રણી છે, એના પછી કેનેડા, બ્રાઝીલ તથા અમેરિકા નો વારો આવે છે. 

હાઇડ્રોઇલેક્ટ્રિક ઉર્જા ના ઘણા ફાયદાઓ છે. પ્રદુષણ મુક્ત ઉર્જા આપવાના કારણે પ્રદુષણ ને લગતી કોઈ 
પણ સમસ્યા ઉભી થતી નથી. સાથે જ આ નવીનીકરણીય પ્રકારની પણ છે. એટલે એને વારંવાર વાપરી શકાય.
આ ઉપરાંત આ પ્રકારની ઉર્જા બીજા અનેક પ્રકારના લાભ પણ આપે છે, જે નજીક ના ભવિષ્ય માં દેખાતા 
નથી. હાઇડ્રોઇલેક્ટ્રિક ઉર્જા નિર્માણ કરવા માટે જે બંધ (Dam) બનાવવામાં આવે છે તેનાથી પૂર પર નિયંત્રણ  રાખી શકાય છે અને સિંચાઈ માટે પણ એનો બહુ જ ઉપયોગ થાય છે.


૧૦. પરમાણુ ઉર્જા
વૈકલ્પિક ઉર્જા માટે આ ઉર્જા વિપુલ પ્રમાણમાં પરમાણુ શક્તિ અથવા ઉર્જા ઉપલબ્ધ છે. જેમાં ઘણા સીધા પરિણામો (Direct benefit) જોવામાં આવે છે. 
પ્રદુષણરહિત ઉર્જા ની સાથે આની કાર્યક્ષમતા બહુજ સક્ષમ છે . આ સિવાય પરમાણુ ઉર્જા પ્લાન્ટ ના કારણે 
નવા વ્યવસાય બને છે જેનાથી દેશ નું અર્થતંત્ર મજબૂત બને છે. વિશ્વમાં ૧૭ દેશોમાં પરમાણુ ઉર્જા વપરાય છે. કુલ ૪૫૦ રિએક્ટર્સ એટલે કે પ્લાન્ટ છે.  

આજે આપણે ભારત માં ૬૭૮૦ મેગા વોટ પ્રતિ વર્ષ જેટલી અપારંપારીક ઉર્જા નું ઉત્પાદન કરીયે છીએ અને 
આ લક્ષ ચાલીસ હાજર મેગા વોટ પ્રતિ વર્ષ જેટલું નક્કી કર્યું છે.   
પરમાણુ ઉર્જા માં એક મોટો ખતરો એ છે કે જયારે આનો કોઈ પણ કારણે વિસર્ગ થાય છે ત્યારે વિનાશ નો ભય ઉદ્ભવે છે. ચેરનોબિલ (Chernobyl) અને ફુકુશિમા દાઈચી (Fukushima Daiichiઆ બે દાખલા  આપણે જોયા છે.
અને ઇતિહાસમાં જાપાન ના હિરોશિમા તથા નાગાસાકી શહેર પર અમેરિકાએ ફેંકેલા અણુબમ્બ વિષે આપણે બધાજ જાણે છે.

૧૧. સૌર ઉર્જા
પર્યાયી ઉર્જા સ્ત્રોત નો જયારે પણ વિચાર કરવામાં આવે છે ત્યારે સૌર ઉર્જા નો સૌથી પેહલા ખ્યાલ આવે છે.        આ ક્ષેત્રની ટેક્નિકમાં બહુજ મોટા પ્રમાણમાં સુધારો થવા લાગ્યો છે. અને મોટા પાયા પર આનું ઉત્પાદન થયી રહ્યું છે. જેનો વપરાશ મોટ-મોટા ફેક્ટરી, ઘર અને રસ્તા ના દિવા જેવી અસંખ્ય જરૂરતોમાં થાય છે.

અનેક દેશોમાં આ ઉદ્યોગ માટે સરકારે કઈ પહેલ કરીને પ્રોત્સાહન પણ આપ્યું છે. અમેરિકામાં સોલાર 
ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ ક્રેડિટ ની જોગવાઈ છે તો ઇંગ્લેન્ડ માં ફીડ-ઈન-ટેરિફ છે.                                              
દુનિયામાં આ ક્ષેત્ર માં ભારત નો ચોથો ક્રમાંક લાગે છે.

આપણા દેશ માં સોલાર પ્લાન્ટ ની વિગત :
૧. ભાડલા સોલર પાર્ક, રાજસ્થાન  – ૨,૨૫૦ MW

૨. શક્તિ સ્થળ સોલર પાવર પ્રોજેક્ટ, કર્ણાટક – ૨,૦૫૦ MW.

૩. અલ્ટ્રા મેગા સોલર પાર્ક, આંધ્ર પ્રદેશ – ૧,૦૦૦ MW

૪. રેવા સોલર પાવર પ્રોજેક્ટ, મધ્ય પ્રદેશ – ૭૫૦ MW 

૫. કામુંથી સોલર પાવર પ્લાન્ટ,તમિલ નાડું–૬૪૮ MW  


ભારત દેશ માં સરકાર નીચે દર્શાવ્યા મુજબ સબસીડી  આપે છે. 

Solar Plant


Solar Plant Cost


Govt. Subsidy
1KW solar systemRs.75,000Rs.20,000
2KW solar systemRs.1,40,000Rs.40,000
3KW solar systemRs.2,10,000Rs.60,000
4KW solar systemRs.2,50,000Rs.80,000
આ સ્ત્રોત સંપૂર્ણપણે નવીનીકરણીય છે ને એનો સ્થાપનાનો ખર્ચો અમુક વરસોનાં વીજળી બિલ મારફત
નીકળી જાય છે.આ પ્લાન્ટ માં વરસો સુધી ઘસારો પણ નથી થતો. એટલું જ નહિ પણ ચોમાસામાં આકાશ 
વાદળાંથી ભરેલા હોવા છતાંય સોલાર પેનલ કામ કરે છે. 

ટૂંકમાં આપણે જોયું છે કે જેમ જેમ અશ્મિભૂત ઇંધણના વપરાશ થી જે ઉત્સર્જિત પ્રદુષણ ની સમસ્યા વધવા 
લાગી તેમ તેમ તેનું નિરાકરણ પરંપરાગત ઉર્જા કરવા  લાગી. પરંતુ  આમાથી અનેક ઉર્જા સ્ત્રોત એના મોંઘા 
નિર્માણ ના કારણે માણસોએ એનો ત્યાગ કર્યો.

પરંતુ આ વૈકલ્પિક ઉર્જા નો મોટો ફાયદો વાતાવરણ ની રચના માટે અસરકારક છે અને પ્રદુષણ ને ઘણા અંશે ઓછું કરે છે.

આમા સૌથી મહત્વપૂર્ણ પર્યાય સૌર ઉર્જા છે જે નજીક ના ભવિષ્ય માં સૌથી વધુ પ્રદુષણરહિત સ્ત્રોત તરીકે 
કામ આવશે.

વિ વા
૮૭૯૬૨ ૧૨૦૩૨