કરાચી થી દૂર અરબી સમુદ્ર માં ચીની નૌકા જહાજ પાકિસ્તાની સમુદ્ર સીમા માં છે. ચીન અને પાકિસ્તાન ની નૌકાદળો સંયુક્ત કવાયત કરી રહ્યા છે જે ભારત માટે ચિંતા ઉભી કરે છે.
ઘણા નિરીક્ષકોએ ધ્યાન દોર્યું છે કે પાકિસ્તાન ના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ચીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીન આને એ વિસ્તાર માં ચાંચિયાઓની વધતી ગતિવિધિ તરફ આંગળી દોરે છે.
ચીનને આગામી ૪૦ વર્ષ સુધી ઈરાન બોર્ડર નજીક પાકિસ્તાન ના ગ્વાદર બંદરનું સંચાલન કરવાના અધિકાર આપવામાં આવ્યા હતા.
બંદરનો વિકાસ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ત્યાં ચીને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) નું નિર્માણ કર્યું છે. ચીન સીપીઈસીની સુરક્ષાની ચિંતા કરે છે પરંતુ તે આ પ્રોજેક્ટનો ઉપયોગ ઉત્તર હિંદ મહાસાગરમાં તેની વ્યૂહાત્મક રચનાઓ મોટા પાયે સફળ કરવા માટે પણ કરી રહ્યો છે.
સ્ટ્રીંગ ઓફ પર્લ્સ:
ભારત-ચીન સંબંધોમાં થોડો પણ રસ ધરાવતા લોકો સ્ટ્રિંગ ઓફ પર્લ્સ સિદ્ધાંતથી પરિચિત છે.
આને એનર્જી ફ્યુચર્સ ઓફ એશિયા ના ૨૦૦૪ માં પ્રકાશિત અંતિમ અહેવાલે લોકપ્રિય બનાવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન, હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે, જેથી તેનો એમને સૌથી વધુ લાભ મળી શકે અને આ ક્ષેત્રમાં ભારત પર પકડ વધારી શકે.
આજુબાજુના ટાપુઓ અથવા બંદરો - જેને સૂચક રૂપે મોતી તરીકે ઓળખવામાં આવે છે - ભારત ના આ આસપાસના સ્થળો પર ચીન નાગરિક અને લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રકચર નો વિકાસ કરશે, એવી એની ધારણા હતી.
સ્ટ્રીંગ ઓફ પર્લ્સ નો ભૂસ્તર સંબંધ સ્ટ્રેટ ઓફ મલાક્કા, શ્રીલંકા, પાકિસ્તાન, માલદીવ્સ, સ્ટ્રેટ ઓફ હોર્મોઝ અને સોમાલિયા જોડે ગણાય છે. તેમાં ચીની વ્યૂહરચનામાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો પણ સમાવેશ છે.
મલાક્કા સામુદ્રધુની :
આ એક તરફ હિંદ મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે મલેશિયા અને સિંગાપોર ને જોડે છે, તો બીજી બાજુ ઇન્ડોનેશિયા અને તે નિકોબાર ટાપુઓથી ખૂબ દૂર નથી.
ચીનની ઉર્જાની આવશ્યકતાઓ માટે મલાક્કા સામુદ્રધુની ખુબ મહત્વ ની ભૂમિકા નિભાવે છે. મધ્ય પૂર્વમાંથી આશરે ૮૦ ટકા જેટલું બળતણ આ સામુદ્રધુની માંથી પસાર થાય છે. હિંદ મહાસાગરમાં ભારતના કાબુ વાળા ક્ષેત્ર થી સાવચેત, ચીન આ ક્ષેત્રના દેશો સાથે મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધો વિકસાવવા સતત કાર્યરત છે.
૧૯૭૧ માં, જ્યારે ચીને બાંગ્લાદેશ માટેના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાણ કરવાની તૈયારી બતાવી હતી, ત્યારે ભારતે મલાક્કા આ પટ્ટા ને બંદ કરવાની ચીમકી આપી હતી.
એના પછી ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન, ભારતે હિંદ મહાસાગરમાં પોતાના વર્ચસ્વનો ઉપયોગ કરીને કરાચી બંદરને વ્યવહારીક રીતે બંદ કરતા પાકિસ્તાન નો પુરવઠો અટકાવ્યો હતો.
ચીન, ભારત સામે આ પરિસ્થિતિ ઉંધી કરવાના મિશન પર છે.
મ્યાનમાર અને બાંગ્લાદેશ:
ચીને મ્યાનમારમાં પોતાની સંપત્તિ વિકસાવી છે. તેણે મ્યાનમાર થી ચીન સુધીની લગભગ ૨,૪૦૦ કિલોમીટરની ગેસ પાઇપલાઇન નાખી છે. મ્યાનમારના કોકો આઇલેન્ડમાં સૈન્ય મથક હોવાના અહેવાલ પણ છે.
![]() |
| ગેસ પાઇપલાઇન |
ચીને મ્યાનમારમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઇન્સ્ટોલેશન પણ ઉભું કર્યું છે.
એવું કહેવામાં આવે છે કે ચીને ઓસ્ટ્રેલિયાના દૂરના ભાગમાં આવેલા કોકોસ કીલિંગ આઇલેન્ડ પર મલકાના સ્ટ્રેટ નજીક નૌકાદળનો વિકાસ કર્યો છે. બંગાળની ખાડીમાં ઉત્તરની આગળ, ચીને બાંગ્લાદેશ ના ચિત્તાગોંગ નો બંદર બનાવ્યો. જેથી ચીનને બંગાળની ખાડીમાં પગ પાંસરો કરવા મળ્યો.
ચીની વેપારનો મહત્વપૂર્ણ ભાગ આ બંદરમાંથી પસાર થાય છે. ચીન બાંગ્લાદેશ ને આ બોર્ડર ની નજીક નાનો નેવી દળ બનાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
શ્રીલંકા:
દાયકાઓથી શ્રીલંકા ભારતનો વિશ્વાસપાત્ર મિત્ર રહ્યો છે પરંતુ ૨૦૧૨ થી ૨૦૧૪ ની વચ્ચેના વર્ષોમાં આ ટાપુ દેશમાં ચીની હાજરીમાં વધારો થયો છે.
ચીને શ્રીલંકાના દક્ષિણપૂર્વ ભાગ પર હેમ્બન્ટોલા ખાતે એક બંદર બનાવ્યો. ચીનની એક કંપનીએ બંદર બનાવ્યું અને તેનું સંચાલન કરવા માટે નિયંત્રણ મેળવ્યું. ચીન તેને નૌકાદળ માં વિકસાવવાની તૈયારીમાં હતું, જ્યારે જાન્યુઆરી ૨૦૧૫ માં શ્રીલંકામાં લોકોએ રાજપક્ષે સરકારને મત આપ્યો હતો.
સિરીસેના સરકારનું ભારત સરકાર સાથે વધુ સારું સમીકરણ રહ્યું છે, જે ચીની યોજનાઓ ને ધક્કો લાગ્યો છે.
પાકિસ્તાન:
પાકિસ્તાનમાં સુરક્ષા માટે ચીન પાસે ગ્વાદર બંદર અને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) છે.
![]() |
| સીપીઇસી |
પાકિસ્તાનનાં અમુક ભાગોમાં પાઇપ લાઇનની સુરક્ષાની ખાતરી ન હોવાને કારણે ભારત એ આ પ્રોજેક્ટથી પોતાને બહાર કાઢ્યું. આ પ્રોજેક્ટને હવે ઈરાન-પાકિસ્તાન-ચીન પાઇપલાઇન કહેવામાં આવે છે. આ પ્રકલ્પ પાકિસ્તાન ના ગ્વાદર થી વળીને જાય છે.
સીપીઇસી પ્રોજેક્ટ ચીનની મહત્વપૂર્ણ ભૂ-વ્યૂહાત્મક અને વેપાર સંપત્તિ તરીકે વિકસિત થઈ રહ્યો છે.
હાલમાં તેનું યોગદાન પાકિસ્તાન સાથેના તેના વેપારના માત્ર બે ટકા જેટલું છે. પરંતુ, ચીન વોલ્યુમ વધવાની અપેક્ષા રાખે છે કારણ કે તે ગ્વાદર બંદર અને સીપીઇસી દ્વારા તેના મોટાભાગના વેપારને મધ્ય પૂર્વ અને આફ્રિકા સાથે પહોંચાડવાની યોજના ધરાવે છે.
ગ્વાદર બંદર અને સીપીઇસી આ બંને અને ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ ધરાવતા હરમઝ સામુદ્રધુની ની આસપાસ, પાકિસ્તાનના સક્રિય સહયોગથી લશ્કરી શક્તિને મજબૂત કરવા માટેના ચીન ના પ્રયાસો એના માટે મહત્વપૂર્ણ છે.
ભારતે કેવી રીતે ચીન પર વળતો પ્રહાર કર્યો ?
ચીન ના સ્ટ્રિંગ ઓફ પર્લ્સ વ્યૂહ ને કેવી રીતે પડકારવું એ ભારત જાણી ગયું છે. ભારતે તેના દરિયાઇ પડોશીઓ સાથેના સંબંધને સુધારવાના ગંભીર પ્રયાસો કર્યા છે.
ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ એશિયાના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકતા ભારતની લુક ઇસ્ટ નીતિને એક્ટ ઇસ્ટ નીતિ તરીકે ફરીથી અપનાવી છે.
મ્યાનમારમાં ચીનના પ્રભાવને પહોંચી વળવા ભારતે તાજેતરમાં મ્યાનમાર ને ૧.૭૫ અબજ ડોલરની ગ્રાન્ટ અને ધિરાણ આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પર નજર રાખીને બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી અને એના વડા પ્રધાન ને દિલ્લી માં આવાનો આગ્રહ કર્યો હતો.
કારણ ચીન સોનાડિયા માં ઘણા પ્રકારના અને વ્યાપક રીતે સમુદ્ર લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધાઓ વિકસાવી રહ્યું હોવાના અહેવાલ છે.
ભારતે આ વર્ષે એપ્રિલ માં જ બાંગ્લાદેશને ૪.૫ અબજ ડોલરની ક્રેડિટ આપવાની ખાતરી આપી છે.
શ્રીલંકા સાથે ભારત સરકારના વધેલા વ્યાપારિક સંબંધો ના કારણે છેલ્લાં બે વર્ષમાં આ પાડોશી ટાપુ માં ચીની
'આર્થિક ઘુસણખોરી' ની ગતિ ધીમી પડી છે !
આ ઉપરાંત, નવી દિલ્હીએ બેઈજીંગ ના ભારતને ઘેરી લેવાના પ્રયાસ કાઉન્ટર હિલચાલનો વિરોધ કરવાને
કમજોર પાડવા ચીન ના આસપાસના દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટે સખત પ્રયાસ કર્યા છે.
ભારતે રાજદ્વારી રૂપે ઘણું રોકાણ કર્યું છે અને તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન અને મંગોલિયા જેવા દેશો સાથે - જે ચીન ના પાડોશી દેશો છે, એમની સાથે વિવિધ કરાર કર્યા છે.
આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા લાંબા સમય થી ભારતના સારા મિત્રો છે.
ઘણા સૂચવે છે કે ચીન તેની સીમાઓની ચારે બાજુથી વધતા ભારતીય પ્રભાવથી ચિંતિત છે. કારણ કે ભારત વાસ્તવિક રૂપે સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચના બનાવવાની તેના પ્રયાસની વાત કરવામાં આવી રહી છે અને સાથે ચીન નો ખુલ્લેઆમ મુકાબલો કરવામાં આવે છે, તદુપરાંત નવી દિલ્હીનો વધતો જતો વિકાસ વિશ્વના નિરીક્ષકો દ્વારા મોટાભાગે અવગણના કરવામાં આવ્યો છે, જેની ખાતીર ભારત ની વધતી રહી વૈશ્વિક તાકાત કોઈ ના નજરે ન ચઢી..
વિ VA






No comments:
Post a Comment